Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી કેટલાક દિવસ સામાન્ય વરસાદની આગાહી, જુઓ Video

|

Jun 25, 2023 | 7:46 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. આ સાથે જ આજે અમરેલી,બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મોરબી,નવસારી, સુરત, તાપી જેવા જિલ્લાઓમાં પણ 35 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

Gujarat Weather Forecast :   હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. આ સાથે જ આજે અમરેલી,બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મોરબી,નવસારી, સુરત, તાપી જેવા જિલ્લાઓમાં પણ 35 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. તો આ તરફ ભાવનગર,છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે બોટાદ જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન રહેશે, જુઓ Video

તો ગીર સોમનાથ, મહેસાણા, પાટણ અને વડોદરામાં 32 ડિગ્રી તાપમાન રહેશે. બીજી તરફ ભરુચ, જુનાગઢ,કચ્છ, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા,સુરેન્દ્રનગર, વલસાડમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ડાંગ, જિલ્લામાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી શક્યતા છે. તો આજે આણંદ, ભરુચ, ભાવનગર, બોટાદ,છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર,પાટણ, સાબરકાંઠા, સુરત અને વડોદરા જેવા જિલ્લાઓમાં વરસાદ વરસે તેવી સંભાવના છે.

ગુજરાતમાં વરસાદી માહોલ

રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત નર્મદા, તાપી, ડાંગ નવસારી અને મહેસાણા જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ રહેશે

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના

તો બીજી તરફ અમદાવાદમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ચોમાસાની જાહેરાત સાથે ખેડૂતો માટે આનંદના સમાચાર છે. જ્યારે 27 અને 28 જૂને દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video