Gujarat Weather Forecast : આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

| Edited By: | Updated on: Sep 21, 2023 | 8:29 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહે તેવી સંભાવના કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગીરસોમનાથ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદનું જોર યથાવત રહે તેવી સંભાવના છે. તો આ તરફ કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ગીરસોમનાથ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહે તેવી સંભાવના કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગીરસોમનાથ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદનું જોર યથાવત રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યમાં બનાસકાંઠા સહિત 5 જિલ્લાઓમાં અપાયુ રેડ એલર્ટ, જુઓ Video

તો આ તરફ કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ગીરસોમનાથ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે. તો સૌરાષ્ટ્રના કેટલાંક શહેરો સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આાગાહી અનુસાર બુધવારે અમદાવાદ, ભરુચ, દેવભૂમિદ્વારકા, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, ડાંગ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ગીર સોમનાથ, ખેડા, સુરત, વલસાડમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 20, 2023 07:38 AM