Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પાકિસ્તાન અને કચ્છને અડીને સિસ્ટમ સક્રીય થઈ છે. જેના પગલે વરસાદ પડે તેવી સંભાવના છે. તો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં ભારેની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ રહે તેવી સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, મોરબી,મહેસાણા, પંચમહાલ જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ દાહોદ, ડાંગ, દેભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, મહીસાગર, નર્મદા,નવસારી, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ બનાસકાંઠા,ગીર સોમનાથ, કચ્છ,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.