Gujarat Weather Forecast: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના, જુઓ Video

Gujarat Weather Forecast: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2023 | 7:46 AM

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો રાજ્યમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહિવત વ્યક્ત કરવામાં આવી છે.પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Weather Forecast: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો રાજ્યમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહિવત વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast: દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના, રાજ્યના અનેક જિલ્લાઓમાં રહેશે વાદળછાયું વાતાવરણ, જુઓ Video

પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જયારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો રાજ્યમાં તાપમાનમાં 2 ડીગ્રીનો વધારો થઈ શકે છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે વલસાડમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, વડોદરા જેવા જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, પાટણ,રાજકોટ જેવા જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ડાંગ, ગીર સોમનાથ, પોરબંદર જેવા જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા જેવા જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">