Gujarat Weather Forecast : આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવો વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવો વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Monsoon 2023 : અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી, ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના, જુઓ Video
તો આવતીકાલે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદ, આણંદ, કચ્છ, મહેસાણા, વડોદરા જેવા જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ નવસારી અને વલસાડ જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો અમરેલી, ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ગાંધીનગર, ખેડા, મોરબી, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ડાંગ, ગીર સોમનાથ અને પોરબંદરમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.