Weather News : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તેમજ નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ સહિત દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ સહિત વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં આજે ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. મહત્વપૂર્ણ છે કે પાછલા 2 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મેઘો મન મુકીને વરસે તેવી સંભાવના છે.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરત સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો મહીસાગર, મહેસાણા, તાપી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અરવલ્લી, બોટાદ, ખેડા, નર્મદા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તો અમરેલી, બનાસકાંઠા, મોરબી, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો ભરુચ, છોટાઉદેપુર, જામનગર, જુનાગઢ જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.