Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં મેઘ મહેર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, ડાંગ, નવસારી,તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે વલસાડમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ, બોટાદ, ખેડા, નર્મદા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ તરફ મોરબી, નવસારી, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, અમરેલી સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આજે મહેસાણા અને મહીસાગર જિલ્લામાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો સુરેન્દ્રનગરમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.