Gujarat Weather Forecast : આજે સુરત સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

|

Sep 16, 2023 | 7:27 AM

હવામાન વિભાગ અનુસાર આજે શનિવારે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તો આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Rain Forecast : હવામાન વિભાગ અનુસાર આજે શનિવારે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તો આજથી એટલે કે 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો 17 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યમાં નહિવત વરસાદની સંભાવના, અનેક જિલ્લાઓમાં રહેશે વાદળછાયુ વાતાવરણ, જુઓ Video

તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો 18 સપ્ટેમ્બરે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ પડી શકે છે. આ તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી સહિત કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે ભરુચ, મહીસાગરમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, મહેસાણા, નવસારી,પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે વડોદરા, રાજકોટ, પંચમહાલ અને અમરેલીમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video