Gujarat Weather Forecast : આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

Gujarat Weather Forecast : આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Oct 11, 2023 | 7:29 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વેસટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે.જેના પગલે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાહતના સમાચાર એ છે કે 14 ઓક્ટોબરે રમાનાર ભારત પાકિસ્તાનની મેચમાં દરમિયાન વરસાદની પડવાની સંભાવના નહિવત છે.

Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વેસટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે.જેના પગલે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાહતના સમાચાર એ છે કે 14 ઓક્ટોબરે રમાનાર ભારત પાકિસ્તાનની મેચમાં દરમિયાન વરસાદની પડવાની સંભાવના નહિવત છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના, આગામી કેટલાક દિવસ બેવડું વાતાવરણ રહેવાની શક્યતા, જુઓ Video

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે તાપી જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહેસાણા, પંચમહાલ,રાજકોટ,સુરેન્દ્રનગર સહિત વલસાડમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તો બીજી તરફ અરવલ્લી, છોટાઉદેપુર,કચ્છ,નર્મદા, નવસારી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.અમદાવાદ,ડાંગ,ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો