Gujarat Weather Forecast : રાજ્યમાં આજે રહેશે વાદળછાયું વાતાવરણ, ડાંગ સહિતના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના, જુઓ Video

|

Sep 29, 2023 | 8:16 AM

હવામાન વિભાગ અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો આજે ડાંગ અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદ પડવાની સંભાવના નથી. આ સાથે રાજ્યમાં ગરમીનો અનુભવ થશે.

Weather Forecast : હવામાન વિભાગ અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો આજે ડાંગ અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદ પડવાની સંભાવના નથી. આ સાથે રાજ્યમાં ગરમીનો અનુભવ થશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : રાજ્યમાં આજે રહેશે વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના, જુઓ Video

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, મહેસાણાસ, નવસારી, પંચમહાલ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ તરફ અમરેલી, જૂનાગઢ, કચ્છ, તાપી અને વડોદરામાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો દાહોદ, ગીર સોમનાથ, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ આણંદ, અરવલ્લી,ભરુચ,ભાવનગર, છોટાઉદેપુર, જામનગર, મહીસાગર , પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video