Gujarat Weather Forecast : આજથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના, જુઓ Video

| Edited By: | Updated on: Sep 08, 2023 | 7:46 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંગાળમાં સર્જાયેલ લો પ્રેશરને પગલે રાજ્યમાં મેઘ મહેર સર્જાઇ શકે છે. ત્યારે હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી મેઘો મહેરબાન રહેલાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના શહેરો જેવા કે, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદ વરસી શકે છે.

Weather  : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંગાળમાં સર્જાયેલ લો પ્રેશરને પગલે રાજ્યમાં મેઘ મહેર સર્જાઇ શકે છે. ત્યારે હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી મેઘો મહેરબાન રહેલાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના શહેરો જેવા કે, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના શહેરોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધી શકે છે. જ્યારે અમદાવાદમાં પણ મેઘો જમાવટ કરી શકે છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, નર્મદા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ જામનગર, જુનાગઢ, કચ્છમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ખેડા અને બોટાદમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ આણંદ, બનાસકાંઠા, ભાવનગર, પોરબંદર, રાજકોટમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 08, 2023 07:44 AM