Gujarat Video: સુરતમાં BRTS બસની અંદર બાખડી મહિલાઓ, સોશિયલ મીડિયામાં Video Viral

| Edited By: | Updated on: Aug 08, 2023 | 9:58 PM

Surat: સુરતમાં BRTS બસની અંદર મહિલાઓ બાખડી પડી હતી. કોઈ વાતને લઈને ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ અને મહિલાઓેએ અંદરોઅંદર મારામારી કરી એકબીજાના વાળ ખેંચી નાખ્યા હતા.

Surat:  સુરતમાં BRTS બસની અંદર મહિલાઓના ઝઘડાનો વીડિયો વાયરલ થયો છે. બસમાં કોઈ વાતને લઈને મહિલાઓ વચ્ચે પહેલા તો બોલાચાલી થઈ અને જોતજોતામાં આ બોલચાલીએ મારામારી સુધી પહોંચી ગઈ હતી. એક મહિલાએ અન્ય મહિલાના વાળ ખેંચ્યા. તો બચાવમાં મહિલાએ લાફા ઝીંક્યા હોય હતા. મહિલાઓની આ મારામારી વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. બસમાં પગ મુકવાની પણ જગ્યા ન હતી અને ખચોખચ મહિલાઓથી જ ભરેલી હતી.

આ પણ વાંચો : Surat: વરાછાના MLA કુમાર કાનાણી સામે TRB જવાનને ખખડાવવા બાબતે ટ્રાફિક DCPને અરજી, જુઓ Video

મહિલાઓ, માથાકૂટ અને મારામારી

મારામારી ચાલતી બસમાં પણ થઈ શકે છે અને આવી જ છુટ્ટાહાથની મારામારીનો આ વીડિયો સ્ટેશનથી સરદાર માર્કેટ જતી BRTS બસનો સામે આવ્યો છે. જો કે આ ઝઘડાનું કારણ શું હતુ તે તો જાણવા મળ્યુ નથી. પરંતુ મહિલાઓ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ અને ત્યાર બાદ તો જોવા જેવી થઈ. મહિલાઓ એકબીજા સાથે બાખડી પડી અને મારામારી પર ઉતરી આવી. મહિલાઓના આ ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Input Credit- Baldev Suthar- Surat

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 08, 2023 09:57 PM