ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામા અંગેની ચર્ચા માત્ર અફવા છે. નેતૃત્વ પરિવર્તનની વાત પાયા વિહોણી છે. સત્તાવાર સૂત્રો દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. પુત્રની તબિયતના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજીનામુ આપશે તે વાત તદ્દન પાયાવિહોણી છે. તેમણે સીએમ પદેથી રાજીનામુ આપવાની ઈચ્છા દર્શાવ્યાના અહેવાલ પણ સદંતર પાયા વિહોણા છે. સોશિયલ મીડિયામાં સાંજથ વાયરલ થયેલી આ પ્રકારની પોસ્ટ બાદ સત્તાવા સૂત્રોએ સ્પષ્ટતા કરી છે.
આ પણ વાંચો: Gujarati Video : સીએમ ભૂપેન્દ્ર પટેલના પહેરવેશને લઇને ચર્ચા, પીએમ મોદીની હાજરીમાં ખાદીના કપડામાં જોવા મળ્યા
સોશ્યિલ મીડિયામાં શરૂ થયેલી અફવામાં મનસુખ માંડવિયા અને ભીખુભાઈ દલસાણિયાના નામ સીએમ તરીકે ચાલી રહ્યા છે તેવી વાતનો ઉલ્લેખ વોટ્સએપ દ્વારા વાયુવેગે પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સત્તાવા સૂત્રો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમા અફવા ફેલાવનારા સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
ગુજરાત સહિત ગાંધીનગર શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો