રાજ્યમાં ડમીકાંડના કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે. ડમીકાંડ કૌભાંડ અંગે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના સંકેત આપ્યા. હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યના યુવાનો જે માહિતી આપે છે તેના પર પોલીસ કાર્યવાહી કરી રહી છે. યુવરાજસિંહ આપના નેતા હોવા છતાં તેને જે માહિતી આપી તેની સામે પોલીસે કાર્યવાહી કરી જ છે.
ડમીકાંડમાં સામે આવેલા તોડકાંડ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું કે યુવરાજે પ્લાન પ્રમાણે ડમીકાંડમાં તોડ કરી રૂપિયા પડાવ્યા. યુવરાજે તોડ કરી નામ જાહેર કર્યા નથી. જેના પોલીસ પાસે પુરાવા પણ છે. જેથી હવે ઉંડાણ પૂર્વક તપાસ કરાશે. આ કાંડમાં જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરાશે.
તો વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે ડમીકાંડના આરોપીઓની માહિતી છૂપાવવી તે પણ ગુનો બને છે. ડમીકાંડના આરોપી જેટલો જ નામ છૂપાવનાર વ્યક્તિ પણ ગુનેગાર બને છે. યુવરાજે ગુનેગારોનું નામ કેમ છૂપાવ્યું તે તપાસનો વિષય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 4:12 pm, Sun, 23 April 23