Gujarat Video: બનાસકાંઠાના ડીસામાં ઘરનાળ ગામે રેલવે નાળામાં પાણી ભરાયા

|

Jun 17, 2023 | 8:18 PM

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે.. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે.. બીજ તરફ ભાભર ગામની બજારોની પણ સ્થિતિ કંઈક આવી જ છે

Gujarat Video: બનાસકાંઠાના ડીસામાં ઘરનાળ ગામે રેલવે નાળામાં પાણી ભરાયા
Deesa Railway Under Bridge Water

Follow us on

Banaskantha : બનાસકાંઠાના ડીસામાં ઘરનાળ ગામે રેલવે નાળામાં પાણી ભરાયા છે. જેમાં નાળામાં ત્રણ ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર કરી છે. ઘરનાળથી ભીલડી વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે વિવિધ હાઈવેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.અમદાવાદ-પાલનપુર હાઈવે પર પાણી પાણી થઈ ગયો છે.

આ હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર એકતરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.. જેના કારણે અનેક વાહનચાલકો અટવાઈ ગયા છે. તો મહાકાય વૃક્ષ અને શેડ તૂટી પડવાને કારણે થરાદ-ડીસા હાઇવે સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે.

જેથી હાઈવેની બંને બાજુ અનેક કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી હતી. જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.આ તરફ થરાદ-ભાભોર હાઈવે પર રસ્તા પર વૃક્ષ પડવાને કારણે એક ખાનગી બસ ફસાઈ હતી.. બાદમાં ક્રેન દ્વારા બસને ટોઈંગ કરવાની ફરજ પડી હતી.

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે.. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે.. બીજ તરફ ભાભર ગામની બજારોની પણ સ્થિતિ કંઈક આવી જ છે.. ભારે વરસાદ અને ભરાયેલા પાણીને કારણે મોટાભાગની બજારો આંશિક બંધ જોવા મળી

તો થરાદમાં સાંચોર હાઈવે નજીક પાણી ભરાવાને કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે.. વરસાદની સીધી અસર જનજીવન પર થઈ છે.. ખાસ કરીને બનાસકાંઠાના થરાદ, લાખણી, ભાભર સહિતના તાલુકામાં અતિભારે પવન સાથે વરસાદને પગલે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની હતી.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video