Vadodara: વડોદરામાં અધિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ગણેશ ઉત્સવમાં 9 ફૂટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ મુક્યો છે. 9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા કે સ્થાપન પર પ્રતિબંધ મુકતા આ જાહેરનામોનો વિરોધ થઈ રહ્યો છે. રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખીને આ જાહેરનામું મોકૂફ રાખવા રજૂઆત કરી છે. જાહેરનામું મોડુ પ્રસિદ્ધ કરાયું હોવાથી મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવી લીધી છે. હાલના તબક્કે આ જાહેરનામું મોકૂફ રાખવા ધારાસભ્યએ રજૂઆત કરી છે.
આ પણ વાંચો: Vadodara: વડોદરામાં તસ્કરોનો તરખાટ, ગાય સર્કલ પાસે 8 દુકાનોના તાળા તૂટ્યા, CCTV આધારે તપાસ, જુઓ Video
હાલતો મૂર્તિકારોએ મૂર્તિ બનાવી લીધી હોવાથી કમિશનરના જાહેરનામાને લઈને વિરોધ શરૂ થયો છે. ત્યારે જોવુ રહેશે કે આ મામલે અધિક કમિશનર કંઈ છૂટછાટ આપવાના મૂડમાં છે કે કેમ
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો