Gujarat Video: વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીએ તબીબ પર કર્યો હુમલો, અન્ય દર્દીઓની સારવાર દરમિયાન માથામાં મારી ઈંટ

Gujarat Video: વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીએ તબીબ પર કર્યો હુમલો, અન્ય દર્દીઓની સારવાર દરમિયાન માથામાં મારી ઈંટ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 11:52 PM

Vadodara: સેન્ટ્રલ જેલમાં કેદીએ તબીબ પર હુમલો કર્યો. મિતુલ ટેલર નામના કેદીએ અન્ય દર્દીઓની સારવાર કરી રહેલા તબીબને માથામાં ઈંટ મારી હતી. ઈજાગ્રસ્ત તબીબને SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીએ તબીબ પર હુમલો કર્યો હતો. મિતુલ ટેલર નામના કેદીએ અન્ય દર્દીઓની સારવાર કરી રહેલા તબીબને માથામાં ઈંટ મારતા ભારે ઈજા આવી હતી. ઈજાગ્રસ્ત તબીબને SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેદી મિતુલ સસરાની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તબીબ પર હુમલો કરવાના કેસમાં તેની વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તબીબ વર્ષોથી જેલમાં બજાવે છે ફરજ

મળતી માહિતી મુજબ સેન્ટ્રલ જેલમાં તબીબ છેલ્લા 12 વર્ષથી જનરલ ફિઝિશ્યન તરીકે ફરજ બજાવે છે. આજે પણ તેઓ કેદીઓને તપાસી રહ્યા હતા, ત્યારે મિતુલ નામના કેદીએ અચાનક સિમેન્ટના બ્લોકથી માથામાં હુમલો કરી દીધો હતો. ડૉક્ટર નિલેશ ચારપોટ ઉપર હુમલો થતા જ જેલનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મિતુલને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: Vadodara : કુખ્યાત આરોપી હર્ષિલ લિંબાચીયાની દારૂ પાર્ટીનો પર્દાફાશ, સજા દરમિયાન 4 દિવસની પેરોલ પર મુક્ત કરાયો હતો

રાવપુરા પોલીસમાં ફરિયાદ

માથામાં હુમલો થતા લોહીલુહાણ હાલતમાં તબીબને  108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સેન્ટ્રલ જેલના ઇતિહાસમાં પ્રથમ વખત કેદી દ્વારા ડોક્ટર ઉપર હુમલાની ઘટના બનતા જેલ સંકુલમાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન આ બનાવ અંગેની ફરિયાદ રાવપુરા પોલીસ મથકમાં નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">