Gujarati Video: વડોદરામાં પાદરા-કરજણ હાઈવે પર દીપડો દેખાયો, જુઓ Video

Gujarati Video: વડોદરામાં પાદરા-કરજણ હાઈવે પર દીપડો દેખાયો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 8:52 PM

પાદરા કરજણ હાઈ વે ઉપર કોઠવાળા ગામે ઢાઢર નદીનો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યાં રાત્રિના સમયે દીપડો દેખાયો હતો.

વડોદરા જિલ્લામાં પાદરા-કરજણ હાઈવે ઉપર દીપડો જોવા મળીયો હતો. હાઈ વે ઉપર કોઈ મુસાફરે વાહનમાંથી આ દીપડાનો વીડિયો લીધો હતો. જેમાં જોવા મળે છે કે વાહનની હેડલાઈટના પ્રકાશમાં આગળ દીપડો દોડી રહ્યો છે અને રસ્તામાં આગળ ઝાડીઝાંખરા આવતા દીપડો તેની અંદર જતો રહે છે.

આ પણ વાંચો: Gujarati Video: ધારીના આંબરડી પાર્કમાં કાંટાળા તાર કૂદીને જતા દીપડાનો જુઓ વાયરલ video

આ વિસ્તાર પાદરા કરજણ હાઈ વે ઉપર કોઠવાળા ગામે ઢાઢર નદીનો બ્રિજ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યાં રાત્રિના સમયે દીપડો દેખાયો હતો. મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા સમયથી વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર દીપડો દેખાતો હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">