Gujarat Video: માધાપર ચોકડી પર ઓવરબ્રિજનું કામ 2 વર્ષ બાદ પણ અધૂરુ, રોડ પર નાખવામાં આવેલી માટી કાદવમાં ફેરવાઈ

| Edited By: | Updated on: Jul 21, 2023 | 7:16 PM

Rajkot: રાજકોટમાં માધાપર ચોકડી ઓવરબ્રિજનું કામ 2 વર્ષ બાદ પણ પૂર્ણ નથી થયુ. જે કામ દોઢ વર્ષે પૂર્ણ કરવાનું હતુ તે 2 વર્ષ કરતા વધુ સમય બાદ પણ પૂર્ણ થયો નથી. ઓવરબ્રિજના કામને કારણે રોડ પર નાખવામાં આવેલી માટી વરસાદમાં ધોવાઈ જતા કિચડમાં ફેરવાઈ છે.

Rajkotરાજકોટમાં જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે ઓવરબ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આપને જાણીને નવાઈ લાગશે કે આ કામ જૂન 2021માં શરૂ થયું હતું અને તેને દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ ઓવરબ્રિજનું કામ શરૂ થયાને 2 વર્ષ અને 1 મહિનો થયો હોવા છતાં આ કામ હજી સુધી પૂર્ણ નથી થયું.

રોડ પર નાખેલી માટી વરસાદમાં કાદવમાં ફેરવાઈ

આટલું જ નહીં પણ જે રીતે આ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ચોમાસું પૂર્ણ થશે પણ આ બ્રિજનું કામ પૂર્ણ નહીં થાય કારણકે હોસ્પિટલ ચોક તરફના ઓવરબ્રિજ પરનું રોડનું કામ હજી પણ બાકી છે. બીજી તરફ રોડ પર નાખવામાં આવેલી માટી પણ વરસાદને કારણે કાદવમાં ફેરવાઈ છે.

આ પણ વાંચો : Rajkot: 150 ફૂટ રિંગરોડ પરના જાહેરનામાનો ફરી વિરોધ, જાહેરનામાના ફેરફારથી ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ નહીં, જુઓ Video

છેલ્લા બે વર્ષથી બ્રિજ બનતો હોવાથી એક તરફનો રસ્તો વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી સિંગલ પટ્ટી રોડનો ઉપયોગ આવતા જતા વાહનચાલકોને કરવો પડી રહ્યો છે. જેને કારણે હાલાકી પડી રહી છે. આ સ્થિતિમાં હવે ઓવરબ્રિજનું કામ જલદીથી પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

રાજકોટના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો