Gujarat Video: ગુજરાતમાં 18થી 25 તારીખ સુધીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર

Gujarat Video: ગુજરાતમાં 18થી 25 તારીખ સુધીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર

| Edited By: | Updated on: Jul 16, 2023 | 10:25 PM

Ahmedabad: રાજ્યમાં 18 જૂલાઈથી 25 જૂલાઈ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર બેટિંગ કરશે.

Monsoon 2023: ભારેથી અતિ ભારે વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર થઈ જજો. આવનારું અઠવાડિયું ભારે વરસાદનું રહેવાનું છે. આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 18 જુલાઈ બાદ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : Gujarati Video : વડોદરામાં ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, આક્રોશ વ્યક્ત કર્યો

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે 18 જુલાઈથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે. 17 જુલાઈએ અમરેલી, ભાવનગર,નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 18 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 19 જુલાઈએ મધ્ય ગુજરાતના અમદાવાદ,ખેડા, આણંદ અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. 19 જુલાઈએ અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો