Gujarat Video: ભારે વિરોધ અને હંગામા વચ્ચે જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું બજેટ મંજૂર

| Edited By: | Updated on: Feb 20, 2023 | 11:46 PM

Jamnagar: ભારે વિરોધ અને હંગામા વચ્ચે જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું બજેટ બહુમતી સાથે મંજૂર કરવામાં આવ્યુ છે. આ વખતે 1080 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ છે. જેમા શહેરીજનો પર અનેક વેરાનો બોઝ નાખવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું બજેટ બહુમતી સાથે મંજૂર કરવામાં આવ્યું છે..વિરોધ પક્ષના ભારે વિરોધ વચ્ચે 1080 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનો પર વેરાના નામે કરોડનો બોઝ નાખવામાં આવ્યો છે. બજેટમાં પાણીનો વેરો વાર્ષિક 1150થી વધારીને 1300 કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટ્રીટ લાઈટ, ગ્રીનરી ચાર્જના નામે લોકો પર ભારણ નાંખવામાં આવ્યું છે. જેને કારણે લોકોના ખિસ્સા પર કરોડોનો બોજો પડશે.

રૂપિયા 500 કરોડના ખર્ચે રીવરફન્ટ બનાવવાનું આયોજન

આ તરફ રૂપિયા 500 કરોડના ખર્ચે રીવરફન્ટ, મનપાની શાળામાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવા આયોજન કરાયું છે. એટલું જ નહીં ફાટક મુક્ત જામનગર માટે નવા ઓવરબ્રીજનું કામ ઝડપી બનાવવા જોગવાઇ કરાઇ છે. એટલું જ નહીં બાકી રહેતા મિલકત વેરાની ઝડપી વસૂલાત કરવામાં આવશે. 31 માર્ચ સુધી જૂના બાકી વેરા પર 100 ટકા વ્યાજ માફી યોજના અમલમાં મુકવામાં આવી છે.

તો બીજી તરફ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં બજેટ બેઠક સમયે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. બજેટ સંબંધિત જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષના સભ્યો અને શાસકો આમને-સામને આવી ગયા હતા. દબાણ હટાવ બાબતે કોંગ્રેસ કોર્પોરેટરે ભેદભાવનો આક્ષેપ લગાવ્યો છે.

આ પણ વાંચો: Gujarati Video : જામનગર દૂધ ઉત્પાદન સહકારી સંઘે 1 મહિનામા ત્રીજી વાર કિલો ફેટ દીઠ ભાવમા વધારો કર્યો, Video માં છલકી પશુપાલકોની ખુશી

સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો અને શાસકો આમને-સામને

મહાનગરપાલિકાના બજેટની સામાન્ય સભા યોજાય તે પહેલા કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ ટાઉનહોલના મુખ્ય ગેટની બહાર વેરા વધારવાનો વિરોધ કર્યો હતો. જેમાં સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા. વેરાની રકમમાં મસ મોટી રકમનું વ્યાજ વધારી પછી થોડું વ્યાજ માફી આપવાની યોજનાને તેમણે નાટક ગણાવી સંપૂર્ણ વ્યાજ માફી આપી વેરામાં કરેલા વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી.