Gujarat Video: અધિકારીઓએ MP-MLA સહિતના પદાધિકારીઓના ફોન નંબર સેવ રાખવાનુ ફરમાન! સામાન્ય વહીવટ વિભાગે કર્યો પરિપત્ર
સાંસદ અને ધારાસભ્યના ફોન કરવા છતાં સંપર્ક નહીં થતો હોવાની ફરિયાદો વર્તાઈ રહી છે. જેથી સ્થાનિક અને લોકોના પ્રશ્નોના નિરાકરણ સહિતની સમસ્યાઓ સર્જાય છે. જ્યારે કેટલાક અધિકારીઓ સરકારી નંબર પર લોકો અને પદાધિકારીઓના ફોન નહીં ઉપાડતા હોવાની ફરિયાદો છે.
રાજ્યના સમાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જારી કરીને તમામ અધિકારીઓને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના ફોન નંબર સ્ટોર રાખવા માટે સૂચના કરવામાં આવી છે. અધિકારીઓનો કચેરીના સરકારી લેન્ડ લાઈન ફોન પર ફોન કરવામાં આવે અને બહાર હોવાની સ્થિતિમાં પરત ફરીને વળતો સંપર્ક કરવા પણ સૂચના અપાઈ છે. જન પ્રતિનિધીઓ પાસે લોકોના રહેલા પ્રશ્નો અને તેની સમસ્યાના નિરાકરણને લઈ અધિકારીઓને સૂચના આપવા અને સંકલન કરવા માટે સંપર્ક કરવામાં આવતો હોય છે. જે માટે ટેલિફોનીક સંપર્ક ખૂબ જ મહત્વનો છે. આ માટે થઈને હવે અધિકારીઓને સૂચના કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે.
સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર વિભાગે આ માટેનો પરિપત્ર જારી કરીને અધિકારીઓને સૂચના આપી છે. જે મુજબ અધિકારીઓએ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, મેયર સહિતના ચૂંટાયેલા જન પ્રતિનિધીઓના નંબર સેવ કરવા માટે પણ સૂચના કરવામાં આવી છે. અહેવાલો મુજબ કેટલાક અધિકારીઓ દ્વારા સાંસદ અને ધારાસભ્યના ફોન કરવા છતાં સંપર્ક નહીં થતો હોવાની ફરિયાદો હતી. જ્યારે કેટલાક અધિકારીઓ સરકારી નંબર પર લોકો અને પદાધિકારીઓના ફોન નહીં ઉપાડતા હોવાની ફરિયાદો છે.