Gujarat Video: લો બોલો, ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરેથી જ ઝડપાઈ વીજચોરી, મીટર વિનાનું મળ્યુ ગેરકાયદે કનેક્શન

Gujarat Video: લો બોલો, ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરેથી જ ઝડપાઈ વીજચોરી, મીટર વિનાનું મળ્યુ ગેરકાયદે કનેક્શન

| Edited By: | Updated on: Aug 08, 2023 | 10:59 PM

Junagadh: ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરેથી વીજચોરી પકડાઈ છે. તેમના ઘરેથી ચેકિંગ દરમિયાન મીટર વિનાનું ગેરકાયદે કનેક્શન મળી આવ્યુ છે. વાંચો કોણ છે આ ભાજપમાં મહિલા કોર્પોરેટર

Junagadh:રાજ્યમાં અનેક વીજ ચોરીના કિસ્સા સામે આવતા રહે છે. ક્યારેક તો નેતાના પરિવારના સભ્યો જ વીજચોરી કરતા પકડાતા હોય છે. ત્યારે ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢમાં સામે આવી છે કે જ્યાં ભાજપના જ મહિલા કોર્પોરેટર વીજચોરી કરતા ઝડપાયા છે. જૂનાગઢ પાલિકાના વોર્ડ નંબર 2ના મહિલા કોર્પોરેટર સમીના સાંધના વીજચોરી કરતા હોવાની માહિતી PGVCLને મળી હતી.જેથી વીજ કંપનીના અધિકારીઓએ કોર્પોરેટરના ઘરમાં રેડ કરી હતી.

આ પણ વાંચો : Junagadh: જૂનાગઢના ભાજપના MLA એ લખ્યો CMને પત્ર, અધિકારીઓની કામગીરી પર ઉઠાવ્યા સવાલ, જુઓ Video

PGVCLની રેડ દરમિયાન મીટર વિનાનું ગેરકાયદે કનેક્શન મળ્યુ

તપાસ દરમિયાન મીટર વિના ગેરકાયદે કનેક્શન કરી વીજચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. PGVCLના અધિકારીઓએ ગેરકાયદે કનેક્શન ઝડપી પાડ્યું છે. મહત્વનું છે કે અગાઉ પણ કોર્પોરેટર સમીના સાંધનાના ઘરમાંથી PGVCLએ વીજચોરી ઝડપી પાડી હતી. ત્યારે જોવુ રહેશે કે કોર્પોર્ટર સામે શું દંડનીય પગલા લેવામાં આવે છે.

જૂનાગઢ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો