Gujarat Video : રાહુલ ગાંધીને વચગાળાની રાહતનો ઇન્કાર, જુઓ ફરિયાદીના વકીલ સાથે ખાસ વાતચીત
રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર જસ્ટિસ હેમંત પ્રેચ્છકની કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઇ. જસ્ટિસ હેમંત પ્રચ્છકે સ્પષ્ટ કર્યું કે, સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો ઉનાળુ વેકેશન સુધી અનામત રાખવામાં આવશે.
મોદી અટક મામલે માનહાનિના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વચગાળાની રાહત આપવા હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. મહત્વનુ છે કે, રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર જસ્ટિસ હેમંત પ્રેચ્છકની કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઇ છે. હાઇકોર્ટ ઉનાળુ વેકેશન બાદ આ બાબતે ચુકાદો જાહેર કરી શકે છે. જસ્ટિસ હેમંત પ્રચ્છકે સ્પષ્ટ કર્યું કે સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રાખવામાં આવશે. વેકેશન દરમિયાન કોર્ટ ચુકાદો લખાવશે અને વેકેશન બાદ તે જાહેર થશે. મતલબ કે આગામી એક મહિના સુધી રાહુલની સજા મોકૂફી મુદ્દે નિર્ણય અનામત રહી શકે છે. ગત સુનાવણીમાં રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ પક્ષ રજૂ કર્યો હતો. ગત સુનાવણીમાં હાઇકોર્ટે પૂર્ણેશ મોદીને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. જે બાદ પૂર્ણેશ મોદીએ સોગંદનામું કર્યું હતું.
આ પણ વાંચો : વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીએ તબીબ પર કર્યો હુમલો, અન્ય દર્દીઓની સારવાર દરમિયાન માથામાં મારી ઈંટ
હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં પૂર્ણેશ મોદીના વકીલે દલીલો કરી. તેમણે કહ્યું કે, સજા કરતી વખતે કોર્ટ ગુનાની ગંભીરતા અને સમાજ પરની અસરોને ધ્યાનમાં લે છે. કોર્ટ કે ફરિયાદીએ નહીં, પરંતુ સંસદે રાહુલને ગેરલાયક ઠેરવ્યા છે. આથી ફરિયાદીના કારણે નુકસાન સહન કરવાની દલીલ રાહુલ ન કરી શકે. પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, રાહુલે બધા મોદી ચોર હોય છે એવું નિવેદન કેમ આપ્યું હતું ? હું પૂર્ણેશ મોદી હોવાથી મેં ફરિયાદ કરી હતી. રાહુલ ગાંધીએ આ મુદ્દે માફી માંગવાનો પણ ઇનકાર કર્યો હતો. રાહુલે જાહેરમાં કહ્યું હતું કે મને સજાથી કોઇ ડર લાગતો નથી. આથી રાહુલ ગાંધીએ પોતાના જાહેર નિવેદનો પર ટકી રહેવું જોઇએ. જો રાહુલ જેમ ફાવે તેમ બોલવાથી ડરતા ન હોય તો પછી અહીં કોર્ટમાં આવવાની જરૂર નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…