Gujarat Video: ગોધરાની સ્ટીફન સ્કૂલમાં ધર્માંતરણનો આક્ષેપ, શિક્ષિકા બાળકોને ધર્માંતરણના પાઠ ભણાવતી હોવાનો દાવો, હિંદુ સંગઠનોની ઉગ્ર રજૂઆત
Dahod: ગોદરાની સ્ટીફન સ્કૂલ ધર્માન્તરના વિવાદમાં આવી છે. સ્ટીફન સ્કૂલમાં શાળાની શિક્ષિકા ધર્માન્તરણના પાઠ ભણાવતા હોવાના આક્ષેપ થયા છે. આ સમગ્ર મામલો સામે આવતા VHP અને બજરંગ દળે તાત્કાલિક શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
દાહોદની વધુ એક સ્કૂલ ધર્માન્તરના કરાવવાના નામે વિવાદમાં આવી છે. ગોધરાની સ્ટીફન સ્કૂલમાં ધર્માન્તરણ થતુ હોવાના આક્ષેપ થયા છે. ગોધરાની સ્ટીફન સ્કૂલમાં વિદ્યાર્થીઓને ધર્માંતરણના પાઠ ભણાવાતા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. સ્કૂલના શિક્ષિકા જ વિદ્યાર્થીઓને ધર્માંતરણના પાઠ ભણાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધર્માંતરણના પાઠ અંગે વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરતા વિવાદ થયો.
હિંદુ સંગઠનોએ તાત્કાલિક શિક્ષિકાને હટાવવાની કરી માગ
બનાવની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સ્ટીફન સ્કૂલમાં પહોંચ્યાં હતા અને સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી શિક્ષિકાને તાત્કાલિક હટાવવાની માગ કરી હતી. એટલું જ નહીં જો શિક્ષિકાને હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો : Gujarat Video : અંધશ્રદ્ધાએ વધુ એક માસૂમ બાળકીનો જીવ લીધો ! દાહોદના દેવગઢબારીયામાં સાપ કરડવાથી બાળકીનું મોત
સ્કૂલ સંચાલકોએ ધર્માન્તરણના આક્ષેપ ફગાવ્યા
આ તરફ શિક્ષિકા અને સ્કૂલ સંચાલકોને ધર્માંતરણ થતું હોવાના તમામ આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે તેમની સ્કૂલમાં કોઇ ધર્માંતરણના પાઠ નથી ભણાવાતા. આ અગાઉ ખેડાની અડાસર ગામની શાળામાં ધર્માન્તરણના પાઠ ભણાવતા હોવાનો આક્ષેપ થયો હતો. જો કે પોલીસે તપાસ બાદ તમામ આક્ષેપ ફગાવ્યા હતા.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
