Breaking News : ગુજરાતમાં 2027 પહેલા OBC અનામત વર્ગીકરણ નહીં તો મોટું આંદોલન: ઠાકોર સમાજ

Breaking News : ગુજરાતમાં 2027 પહેલા OBC અનામત વર્ગીકરણ નહીં તો મોટું આંદોલન: ઠાકોર સમાજ

| Edited By: | Updated on: Nov 15, 2026 | 2:46 PM

અરવલ્લીના મેઘરાજના ભેમાપુરમાં ઠાકોર યુવાનો OBC અનામત વર્ગીકરણની માંગ સાથે એકઠા થયા હતા. શિક્ષણ, રોજગાર અને સમાજના હક માટે અવાજ ઉઠાવવામાં આવ્યો.

અરવલ્લી જિલ્લાના મેઘરાજના ભેમાપુરમાં ઠાકોર યુવાનો એક મંચ પર એકઠા થયા હતા. આ યુવાનોએ OBC અનામતના વર્ગીકરણની તાત્કાલિક અમલવારીની માંગ કરી હતી. આ બેઠકમાં શિક્ષણ, રોજગાર અને સમાજના હક માટે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. યુવાનોએ વ્યસનમુક્ત સમાજ અને શૈક્ષણિક વિકાસ પર ખાસ ભાર મૂક્યો હતો, સાથે જ યુવાનોને રોજગારની સમાન તકો પૂરી પાડવાની પણ માંગ કરી હતી.

સરકાર સમક્ષ OBC અનામત વર્ગીકરણનો અમલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. ઠાકોર યુવાનોએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આંદોલનકારીઓએ જણાવ્યું કે 2027ની ચૂંટણીમાં ઠાકોર, કોળી અને OBCના વિકાસથી વંચિત સમાજના મત વગર કોઈ પણ રાજકીય પક્ષ સરકાર બનાવી શકશે નહીં.

તેમણે ભારપૂર્વક કહ્યું કે જો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં OBC અનામત વર્ગીકરણ અમલમાં નહીં આવે, તો તેમનો સમાજ 2015-16માં પાટીદાર સમાજે કરેલા આંદોલન કરતાં પણ મોટું આંદોલન કરશે. આ ચેતવણી રાજ્ય સરકાર માટે એક સ્પષ્ટ સંદેશ છે કે આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવું આવશ્યક છે.

અમૂલની શ્રિન્કફ્લેશન નીતિ… છાશના ભાવ યથાવત રાખી માત્રા ઘટાડાઈ, ગ્રાહકોને મોંઘવારીનો નવો માર

Follow Us
Loading...
Unable to load recommendations.