Weather Update : આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

|

May 29, 2022 | 1:23 PM

હવામાન વિભાગની(iMD) આગાહી મુજબ હાલમાં દક્ષિણ પશ્ચિમ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. તેમજ હાલમાં પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કેરળમાં આગામી ત્રણ દિવસમાં ચોમાસું બેસવાની આગાહી કરી છે.

ગુજરાતમાં(Gujarat)  હવામાન વિભાગની(IMD) આગાહી મુજબ આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. જયારે ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રી વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં દક્ષિણ પશ્ચિમ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. તેમજ હાલમાં પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કેરળમાં આગામી ત્રણ દિવસમાં ચોમાસું બેસવાની આગાહી કરી છે.રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે..હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર અરેબિયન સાગરમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

જેના પગલે ત્રણ દિવસ એટલે કે  આજથી ત્રણ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે.રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે..જો કે આ દરમિયાન 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાઇ શકે છે.. તો બીજી તરફ હાલ રાજ્યમાં ગરમી યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના નવા સંકેતો અનુસાર પશ્ચિમી પવનો દક્ષિણ અરબી સમુદ્રના નીચલા સ્તરે વધુ તીવ્ર બન્યા છે. સેટેલાઇટ તસવીરો મુજબ કેરળના તટ અને તેની નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં વાદળછાયું વાતાવરણ છે. જેથી, કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. મહત્વનું છે કે, આ પહેલા હવામાન વિભાગે કેરળમાં 27 મેના રોજ ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરી હતી

Published On - 1:21 pm, Sun, 29 May 22

Next Video