સુરતમાં પોલીસ દ્વારા કથિત ખંડણી કેસ મુદ્દે બિલ્ડરની ગૃહમંત્રીને રજૂઆત

|

Feb 15, 2022 | 6:21 PM

સુરતના  બિલ્ડર ઉદય છાસીયાએ ગાંધીનગરમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. જેમાં બિલ્ડરનો આક્ષેપ છે કે, 2016માં તત્કાલીન ડીસીપીએ બિલ્ડર પાસેથી 10 કરોડની ખંડણી  માંગી હતી

ગુજરાતના રાજકોટમાં પોલીસ દ્વારા કથિત ખંડણી ઉઘરાવવાના આક્ષેપ બાદ રાજ્યના અનેક શહેરોમાંથી પોલીસ વિરુદ્ધ આવી ફરિયાદો સામે આવી રહી છે . જેમાં સુરતના(Surat)  બિલ્ડર ઉદય છાસીયાએ ગાંધીનગરમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. જેમાં બિલ્ડરનો(Builder) આક્ષેપ છે કે, 2016માં તત્કાલીન ડીસીપીએ બિલ્ડર પાસેથી 10 કરોડની ખંડણી(Extortion)  માંગી હતી. તેમજ સાથે 35 લાખ રોકડા અને 8 ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બિલ્ડરે હર્ષ સંઘવી સાથે પૂરાવા સાથે રજૂઆત કરી છે.. બિલ્ડર ઉદય છાસીયાએ પોલીસ દ્વારા કરાતી હેરાનગતિના CCTV પણ રજૂ કર્યા છે સાથે જ બિલ્ડરે ગૃહ પ્રધાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાથે જ પોલીસ અધિકારીઓ સામે ન્યાયિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અડાજણના બિલ્ડરે આક્ષેપ કર્યા છે કે તે 2016માં તે સમયના ઝોન -4 ડીસીબી ભાભોરે અઠવા લાઈન્સ  ખાતે પોલીસ કમિશનરની ઓફિસની અંદર આવેલી તેમની ઓફિસે બોલાવી મારી પાસેથી 10 કરોડ રૂપિયા માગીને નહીં આપવામાં આવે તો ધંધો કરવા દેવામાં નહીં આવે અને ખોટા કેસમાં ફસાવી દઈ તારું કામ પુરું કરાવી દઇશ તેવું કહ્યું હતું.

ત્યાર બાદ અડાજણ પોલીસ સ્ટેશનના રાઈટર હિતેશ ચૈધરી અને અનકભાઈ તથા કોન્સ્ટેબલ અને ડી સ્ટાફના કોન્સ્ટેબલ વારંવાર મારી સાઇટ પર આવીને તેમારી સામે ફરિયાદ નોંધાઈ છે તેવું કહી વારંવાર પોતાની સાથે લઈ જતા હતા. અને જેલમાં નાખી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હતા

આ પણ વાંચો : Rajkot: ધોરાજીમાં પ્રેમીએ પ્રેમિકાનું નાક કાપી છરીના ઘા ઝીંકતા યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ

આ પણ વાંચો : Junagadh : જેલમાં આરોપીના જન્મદિવસની ઉજવણીના મુદ્દે ચાર જેલ કર્મીઓની બદલી કરાઇ

Published On - 6:16 pm, Tue, 15 February 22

Next Video