સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા છે અને જેમાં લોકો ફસાયા હતા. ક્યાંક ગર્ભવતી મહિલા ફસાઈ તો ક્યાંક વૃદ્ધ તણાઈ જવાના વિડીયો વાયરલ થયા હતા. ભારે વરસાદને લઈ રાજ્યમાં અનેક વિસ્તારના લોકોએ કુદરતે સર્જેલી મુશ્કેલીનો સામનો કર્યો હતો. આવી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓ બહાદુરી પૂર્વક પોતાની ફરજ નિભાવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જૂનાગઢ પોલીસે નિભાવેલી ફરજની સરાહના કરી છે.
હર્ષ સંઘવીએ જૂનાગઢ પોલીસની કામગીરીને વખાણીને અભિનંદન પાઠવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાને લઈ અનેક લોકો પૂરગ્રસ્ત સ્થિતિમાં ફસાઈ ગયા હતા. જેમાં પોલીસના જવાનોએ આપત્તિના સમયમાં ફસાયેલા લોકોને બહાર નિકાળવા માટે અને મદદ કરવા માટે આગળ આવ્યા હતા. પોલીસના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જૂનાગઢ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યુ હતુ. જેને લઈ આસપાસના વિસ્તારમાં લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા હતા. અનરાધાર વરસાદને લઈ રસ્તાઓ પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતા હોવાને લઈ કેટલાક લોકો પામીના પ્રવાહમાં પણ તણાઈ જવા પામ્યા હતા. એક કાર ચાલક વૃદ્ધ પાણીના વહેણમાં તણાઈ જવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. જ્યારે બીજા એક વિડીયોમાં વૃદ્ધા પાણીમાં તણાતા તેને બચાવવમાં આવી હતી. આમ બંને ઘટનામાં પોલીસે સરાહનીય કામગીરી કરીને બંને ઘટનાઓમાં વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા હતા.
Junagadh Police = Saviours
Take a bow team✌🏻 pic.twitter.com/s2jY6VpoVB
— Harsh Sanghavi (@sanghaviharsh) July 22, 2023
પોલીસની આ કામગીરીને ગૃહ રાજ્ય પ્રધાને જૂનાગઢ પોલીસને શાબાશી પાઠવી છે. જૂનાગઢ રેન્જ આઈજી મંયકસિંહ ચાવડાને ફોન કરીને તેમને પોલીસની કામગીરીની અને બહાદુરીને વખાણીને અભિનંદન પાઠવ્યા હતા.
All the emotions in this one view🙏🏻
Junagadh police you are doing a wonderful job👍 pic.twitter.com/AeYFBwSjtV
— Harsh Sanghavi (@sanghaviharsh) July 23, 2023
એક ગર્ભવતી મહિલાને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર નિકાળવાનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. આ ઉપરાંત એક મહિલાએ ઘરે દશામાને ઘરે બેસાડ્યા હતા. જેમની પૂજા અર્ચના ચાલુ હોવાને લઈ તે બહાર નિકળવાને લઈ અસંમજસભરી સ્થિતિમાં હતા. આ મહિલાની આસ્થાના સન્માનને જાળવવા માટે માતાજીની પ્રતિમા સાથે તેમને ફસાયેલા પૂરના પાણીમાંથી મહિલાને બહાર નિકાળ્યા હતા.
Published On - 6:30 pm, Sun, 23 July 23