Gandhinagar : રાજ્યના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયો, 31 જાન્યુઆરી સુધી કાર્યભાર સંભાળશે

|

May 29, 2022 | 1:11 PM

રાજ્યના DGP આશિષ ભાટિયાનો( Ashish Bhatia) કાર્યકાળ 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.

રાજ્યના DGP આશિષ ભાટિયાનો (DGP Ashish Bhatia) કાર્યકાળ લંબાવાયો છે, તેમનો કાર્યકાળ 31 મે એ પુર્ણ થયો હતો. પરંતુ તેને હવે 8 મહિનાનુ એક્સેન્ટેશન મળતા હવે તેઓ 31 જાન્યુઆરી સુધી રાજ્યના  પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે.તમને જણાવી દઈએ કે, IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.

તમને જણાવી દઈએ કે, આશિષ ભાટિયા 31મેએ નિવૃત્ત થવાના હતા. તેમના સ્થાને અમદાવાદ પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવનું નવા પોલીસ વડા બનવાનું નક્કી મનાતું હતું. ગુજરાતના પોલીસ વડા પદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ આશિષ ભાટિયાની નિમણૂંક કરાઈ હતી.

 

IPS આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયો

ઉલ્લેખનીય છે કે, આગામી ગુજરાતની વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)  પુરી ન થાય ત્યાં સુધી આશિષ ભાટિયા ગુજરાત પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે. DGP આશિષ ભાટિયાને અપાયેલા એક્સ્ટેન્શન મળવાથી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી ચૂંટણી યોજવાની અફવાઓ પર પુર્ણ વિરામ મુકાયુ છે.

આશિષ ભાટિયાની કામગીરી

અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટનો કેસ આશિષ ભાટિયાએ માત્ર 19 દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. 26 જુલાઈ 2008એ અમદાવાદમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા તે સમયે આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા. તેમણે અને SITની ટીમે ભેગા થઈ બ્લાસ્ટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનું મોડ્યુલ હોવાનું બહાર લાવી આખો કેસ ઉકેલ્યો હતો અને 30 જેટલા આરોપીઓને પકડી લીધા હતા.આ ઉપરાંત અમદાવાદમાં 2008માં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.ત્યારે આશિષ ભાટિયાએ મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા.

 

Published On - 10:15 am, Sun, 29 May 22

Next Video