ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 575 થઈ

|

Dec 18, 2021 | 9:58 PM

કોરોનાના લીધે એક પણ વ્યકિતનું મૃત્યુ થયું નથી. તેમજ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.71 ટકા નોંધાયો છે. જ્યારે કોરોના એક્ટિવ કેસની સંખ્યા 575  થઈ છે.

ગુજરાતમાં 18 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે. જયારે 74 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. તેમજ કોરોનાના લીધે એક પણ વ્યકિતનું મૃત્યુ થયું નથી. તેમજ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.71 ટકા નોંધાયો છે. ગુજરાતના કોરોના એક્ટિવ કેસની સંખ્યા 575 થઈ છે. જ્યારે 06 લોકો વેન્ટિલેટર પર છે અને 569 લોકો સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધી 8,17,819 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમજ 10101 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે.

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ડર વિશ્વભરને સતાવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાતા રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 7 કેસ નોંધાયા છે. જામનગર રાજ્યનો પ્રથમ કેસ નોંધાયો હતો.

જેમાં સૌથી વધુ વડોદરા શહેર-જિલ્લામાં 15 નવા દર્દીઓ સામે આવ્યા છે..તો અમદાવાદમાં 14, સુરતમાં 9, રાજકોટમાં 8 નવા કેસ મળ્યા.આણંદ-નવસારીમાં 4-4 નવા કેસ નોંધાયા.તો ખેડામાં 3, દેવભૂમિ દ્વારકામાં 2, વલસાડમાં 2, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 1 કેસ.. છેલ્લા 24 કલાકમાં 74 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા.બીજી તરફ રસીકરણની વાત કરીએ તો એક જ દિવસમાં 2 લાખ 42 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોનની ચિંતા વચ્ચે વધુ એક સ્થિતિ ટેન્શન વધારી રહ્યો છે. ચિંતાનું કારણ છે રાજ્યની સ્કૂલોમાં ફેલાય રહેલો કોરોના.રાજ્યના મહાનગરોની શાળામાં દિવસે-દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે..અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની અલગ અલગ શાળામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે.

આ પણ વાંચો : Ahmedabad: કેન્દ્રીય આરોગ્ય પ્રધાને લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સિવિલમાં ચાલતી કામગીરી ચકાસી

આ પણ વાંચો :  ગુજરાતમાં શાળાઓ બંધ કરવાની સરકારની કોઇ વિચારણા નથી : નિમિષા સુથાર

 

Published On - 8:02 pm, Sat, 18 December 21

Next Video