Gujarat Rains Video: અરવલ્લીના માલપુર પંથકમાં ગાજવીજ સાથેવરસાદ, વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ

|

Jun 28, 2023 | 11:14 AM

Rainfall Report: અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયેલુ છે. માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અણીયોર અને આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો હતો.

Gujarat Rains Video: અરવલ્લીના માલપુર પંથકમાં ગાજવીજ સાથેવરસાદ, વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ
Aravalli Rains Video

Follow us on

 

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. આ દરમિયાન જિલ્લામાં છૂટ છવાયો વરસાદ જુદા જુદા તાલુકાઓમા વરસી રહ્યો છે. આ દરમિયાન મંગળવારે રાત્રે અને બુધવારે સવારે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. જુદા જુદા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. માલપુર તાલુકાના અણીયોર અને સુલતાન પુરા અને પરપોટિયા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ સ્થાનિક રસ્તા પર પાણી ભરાયા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મંગળવારે સાંજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે ગાજવીજ સાથેનુ વાતાવરણ સર્જાયુ હતુ. બંને જિલ્લામાં મંગળવારે રાત્રે છૂટો છવાયા હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. કેટલાક વિસ્તારમાં સામાન્ય પવન જોવા મળ્યો હતો. બુધવારે સવારે પણ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ.

 

આ પણ વાંચોઃ Pakistan Cricket Team: વિશ્વકપ નહીં રમવાની PCB ની વાતોની નિકળી ગઈ હવા, પાકિસ્તાન આવશે ભારત-ICC

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article