Monsoon 2022: અમદાવાદમાં છવાયો વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

|

Jul 19, 2022 | 12:51 PM

છેલ્લા થોડા દિવસથી અમદાવાદમાં છુટો છવાયો વરસાદ જ પડતો હતો. જો કે આજે ઘણા દિવસ પછી ફરીથી સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) ફરીથી વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કાળા વાદળો ઘેરાયેલા હતા. જે પછી હવે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી અનુસાર અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં જીવરાજ પાર્ક, વેજલપુર, મણિનગર, ઇસનપુર, કાંકરિયા, નારોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વરસાદ બાદ અનેક વિસ્તારમાં ભરાયા પાણી

ગુજરાતમાં 10 જુલાઇએ ખાબકેલા અનરાધાર વરસાદ બાદ અમદાવાદમાં તારાજી સર્જાઇ હતી. જો કે તે પછી વરસાદ થંભી ગયો હતો. છેલ્લા થોડા દિવસથી અમદાવાદમાં છુટો છવાયો વરસાદ જ પડતો હતો. જો કે આજે ઘણા દિવસ પછી ફરીથી સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસ્યા બાદ હવે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જીવરાજ પાર્ક, વેજલપુર, મણિનગર, ઇસનપુર, કાંકરિયા, નારોલ સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાયા છે.તો વરસાદ બાદ ઠેર ઠેર ટ્રાફિક જામ પણ થઇ રહ્યો છે.

અમદાવાદમાં છુટા છવાયા વરસાદની આગાહી

મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે.

Published On - 11:15 am, Tue, 19 July 22

Next Video