બનાસકાંઠા અને રાજસ્થાનના શિરોહી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યા છે. પાલનપુર આબુ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર તળાવની જેમ પાણી ભરાઈ જવા પામ્યા છે. જેને લઈ પાલનપુર-આબુ નેશનલ હાઈવેને બંધ કરવાની ફરજ પડી હતી. જેને લઈ વાહનચાલકોને ચંડીસર તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા. સ્થાનિક હાઈવે નજીકની પાલનપુરની સોસાયટીઓના રહીશો પણ મુશ્કેલીમાં મુકાયા છે. લગભગ પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈ પાલનપુર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હતા.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હતી. શુક્રવાર અને શનિવારે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો છે. બનાસકાંઠાના અંબાજી, થરાદ અને ધાનેરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પાણી રસ્તાઓ પર ભરાઈ જવા પામ્યા હતા.
Published On - 3:38 pm, Sat, 17 June 23