Gujarat Rain : રાજ્યના 80 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 18, 2023 | 9:30 PM

વિસાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો જૂનાગઢના મેંદરડામાં 7.5 ઈંચ અને વંથલીમાં 6 ઈંચ વરસાદ નોંધઆયો છે. ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણના રાધનપુરમાં 6.5 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન ખોરવાયું છે. રાધનપુર-કચ્છ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા છે.

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે પડેલા વરસાદની (Rain) વાત કરીએ તો, રાજ્યના 80 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો 20 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ રાજ્યના 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો Monsoon 2023 : રાજ્યભરમાં ભારે વરસાદને કારણે બચાવ-રાહત પગલાની સમીક્ષાને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

વિસાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો જૂનાગઢના મેંદરડામાં 7.5 ઈંચ અને વંથલીમાં 6 ઈંચ વરસાદ નોંધઆયો છે. ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણના રાધનપુરમાં 6.5 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન ખોરવાયું છે. રાધનપુર-કચ્છ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા છે. તો બનાસકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં ભાભર અને બેચરાજીમાં 6-6 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો