જૂનાગઢ વીડિયો: ઘૂસણખોરી અટકાવવા દરિયાકાંઠે પોલીસની બાજ નજર, પેરાગ્લાઇડિંગ દ્વારા નિરીક્ષણ સાથે દરિયાઇ માર્ગનું કરાયું ચેકિંગ

જૂનાગઢ વીડિયો: ઘૂસણખોરી અટકાવવા દરિયાકાંઠે પોલીસની બાજ નજર, પેરાગ્લાઇડિંગ દ્વારા નિરીક્ષણ સાથે દરિયાઇ માર્ગનું કરાયું ચેકિંગ

| Edited By: | Updated on: Dec 26, 2023 | 3:53 PM

જૂનાગઢમાં ઘૂસણખોરી અટકાવવા દરિયાકાંઠે પોલીસ બાજ નજર રાખી રહી છે. તો દરિયાકાંઠેથી થતી ઘૂસણખોરી ડામવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. તો જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દરિયાકાંઠે મોકડ્રિલ યોજવામાં આવી હતી.

જૂનાગઢમાં ઘૂસણખોરી અટકાવવા દરિયાકાંઠે પોલીસ બાજ નજર રાખી રહી છે. તો દરિયાકાંઠેથી થતી ઘૂસણખોરી ડામવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. તો જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દરિયાકાંઠે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં પેરાગ્લાઇડિંગની મદદથી જિલ્લા પોલીસનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ. તો માંગરોળના 40 કિમી દરિયાકાંઠે પોલીસની વિશેષ સતર્કતા છે. તેમજ પેરાગ્લાઇડિંગ દ્વારા નિરીક્ષણ સાથે દરિયાઇ માર્ગનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.

તો બીજી તરફ આ અગાઉ ઓખામાં શંકાસ્પદ બોટ ઝડપાઈ હતી. ભારતીય જળ સપાટીમાં શંકાસ્પદ બોટ દેખાતા જ ઓખા કોસ્ટગાર્ડે ઝડપી હતી. જેને બીજા દિવસે ઓખા કોસ્ટગાર્ડની જેટ લાવવામાં આવી હતી. બોટ માત્ર ફિશિંગ કરતી બોટ છે કે કોઈ અન્ય પ્રવૃતિ માટે ભારતીય જળ સીમા આવી હતી તેનો ખુલાસો થયો નથી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો