Breaking News : IPS ઓફિસરની બદલીના ઓર્ડર જાહેર, અમદાવાદના નવા રેન્જ આઈજી બન્યા જે.આર.મોથલિયા

|

Apr 15, 2024 | 11:25 AM

ગુજરાતમાં IPSની બદલીને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે IPS ઓફિરની બદલીના ઓર્ડર આપ્યા છે. જેના પગલે સુરતના નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગોહલોત બન્યા છે.

ગુજરાતમાં IPSની બદલીને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે IPS ઓફિસરની બદલીના ઓર્ડર આપ્યા છે. જેના પગલે સુરતના નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગોહલોત બન્યા છે. જ્યારે વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરને નિમણૂક કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમદાવાદના નવા રેન્જ આઈજી જે.આર.મોથલિયાને બનાવામાં આવ્યા છે. આ વર્ષે હસમુખ પટેલ સહિત 20થી વધુપોલીસ જવાનોને પ્રમોશન આપવામાં આવ્યુ છે. તેમજ પ્રેમવીરસિંહને સુરતના રેન્જ IG તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1999 બેચના 5 IPS અધિકારીઓને ADG તરીકે બઢતી આપવામાં આવી છે.

ADG તરીકે બઢતી આપીને હાલની ફરજના સ્થળે યથાવત્ રખાયા છે. 1993 બેચના IPS હસમુખ પટેલની DG તરીકે બઢતી આપવામાં આવી છે.  ચિરાગ કોરડિયાની બોર્ડર રેન્જ IG તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદના CP જે. એસ. મલિકની DG તરીકે બઢતી આપી છે. 3 વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવી રહેલા IPSની બદલી કરવામાં આવી છે. લાંબા સમયના મનોમંથન બાદ IPS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:39 pm, Sun, 14 April 24

Next Video