ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીના ગુજકોમાસોલ પર ગોલમાલના આક્ષેપ, જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ- Video

|

Jan 22, 2025 | 5:51 PM

જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં મોટા પાયે ગોલમાલના આક્ષેપો સાથે ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે ગુજકોમાસોલના કેટલાક અધિકારીઓ પર નબળી ગુણવત્તાની મગફળીની ખરીદી અને કૌભાંડનો આરોપ મૂક્યો છે. જ્યારે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને તપાસની ખાતરી આપી છે.

જુનાગઢમાં મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના જ બે નેતાઓ આમને સામને આવ્યા છે. સહકારી ક્ષેત્રના દિગ્ગજ અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આમને સામને આવ્યા છે. સંઘાણીની માનહાનિનો દાવો કરવાની વાત પર લાડાણીએ વળતો જવાબ આપ્યો છે. અરવિંદ લાડાણીએ જણાવ્યુ કે મે નાણાની ઉચાપત થઈ હોવાનો આરોપ નથી લગાવ્યો. તેમણે કહ્યુ મે માત્ર મગફળી ખરીદીમાં અવ્યવસ્થાની વાત કરી છે. બીજી તરફ તેમણે કહ્યુ નરેન્દ્રસિંહ પરમાર માનહાનિનો દાવો કરે તો ભલે કરે.

માણવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જુનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરતા સહકારી ક્ષેત્રે ગરમાવો આવ્યો છે. અરવિંદ લાડાણીએ મગફળીની ખરીદી મુદ્દે ગુજકોમાસોલના ડિરેક્ટરો પર ગંભીર આક્ષેપો લગાવ્યા. અરવિંદ લાડાણીએ જણાવ્યું કે ગુજકોમાસોલ દ્વારા નબળી મગફળીની ખરીદીથી લઇને અન્ય મોટા કૌભાંડ આચરવામાં આવ્યા છે. લાડાણીએ ગુજકોમાસોલના નરેન્દ્ર પરમાર, ભરત બારડ સહિતના અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપો લગાવ્યા સાથે જ તેમણે 2 નંબરની મંડળી ડિરેક્ટરના સગાં-વહાલાંની હોવાની પણ આશંકા દર્શાવી.

બીજી તરફ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ અરવિંદ લાડાણીના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મગફળીની ખરીદીમાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં નથી આવી. મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરાયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમ છતાં જો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાશે તો જે પણ દોષિત હશે તેની સામે કડક પગલાં લેવાશે તેવી ખાતરી દિલીપ સંઘાણીએ આપી.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:49 pm, Wed, 22 January 25

Next Article