TV9 Exclusive : ઝેરી દારુ કાંડ મામલે ગૃહ વિભાગ ગણતરીના કલાકોમાં લેશે કડક પગલાં, મોટા પાયે બદલી અને સસપેન્શનના એંધાણ

|

Jul 28, 2022 | 11:51 AM

જવાબદાર પોલીસ અધિકારઓ (Gujarat Police) અને કર્મચારીઓ વિરુધ્ધ પગલાં લેવાઈ શકે છે.સાથે જ રાજ્યમાં આ પ્રકારની ઘટના બીજી વાર ન બને તે માટે દાખલા રુપ પગલાં લેવામાં આવશે.

બોટાદ ઝેરી દારુ કાંડ (Botad Hooch Tragedy) મામલે TV9 પાસે એક્સક્યુઝિવ માહિતી છે. દારૂકાંડ કે કેમિકલ કાંડ મામલે ગૃહ વિભાગ ગણતરીના કલાકોમાં કડક પગલાં લેશે. મળતી માહિતી મુજબ જવાબદાર પોલીસ અધિકારીઓ (police Officers) અને કર્મચારીઓ વિરુધ્ધ પગલાં લેવાઈ શકે છે. સાથે જ રાજ્યમાં આ પ્રકારની ઘટના બીજી વાર ન બને તે માટે દાખલા રુપ પગલાં લેવામાં આવશે. માહિતી મુજબ મોટા પાયે બદલી અને સસ્પેન્શન માટે ગૃહ વિભાગ (Gujarat Ministry of home) દ્વારા લાંબી યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

બોટાદ ઝેરી દારૂકાંડમાં (Boatd hooch tragedy) અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.હજુ પણ અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે બીજી બાજુઆ ઝેરી દારૂકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh sanghavi) કહ્યું, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં (Fast track court) કેસ ચલાવાશે.અને પોલીસ તરફથી 10 દિવસમાં આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરશે.તો રોજીદ ગામના (rojid village) સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

Published On - 11:06 am, Thu, 28 July 22

Next Video