ગુજરાતમાં ડ્રગ્સ મુદ્દે ભાજપ અને આપ વચ્ચે રાજકીય વોર શરૂ, હર્ષ સંઘવીએ આપ્યો આ જવાબ

|

Sep 01, 2022 | 10:19 PM

ગુજરાતમાંથી(Gujarat) પકડાયેલા ડ્રગ્સ(Drugs)મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય વૉર શરૂ થઈ છે. ડ્રગ્સ મુદ્દે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના ડ્રગ્સ સંઘવીવાળા નિવેદન પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghvi) સણસણતો જવાબ આપ્યો છે

ગુજરાતમાંથી(Gujarat) પકડાયેલા ડ્રગ્સ(Drugs)મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય વૉર શરૂ થઈ છે. ડ્રગ્સ મુદ્દે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના ડ્રગ્સ સંઘવીવાળા નિવેદન પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghavi) સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ડ્રગ્સ પકડનાર સંઘવી છે. દેશભરના યુવાનોનું ભવિષ્ય બચાવવા ગુજરાત પોલીસે ડ્રગ્સનું નેટવર્ક તોડ્યું છે. હર્ષ સંઘવીએ પલટવાર કરતા એમપણ કહ્યું, ડ્રગ્સનું કેપિટલ ગણાતા પંજાબમાં કોની સરકાર છે તે સમગ્ર દેશ જાણે છે. આવા નેતાઓ માત્ર ગુજરાતના લોકોને બદનામ કરવાની કોશિશ કરે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા મહિનાઓમાં પકડાયેલા ડ્રગ્સને લઇને આમ આદમી પાર્ટી અને વિપક્ષ કોંગ્રેસ સતત સરકાર પર પ્રહાર કરી રહી છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ રાજ્યમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતો હોવાનો આક્ષેપ કર્યો છે.

Published On - 10:14 pm, Thu, 1 September 22

Next Video