ગુજરાતમાં લમ્પી વાયરસના વળતાં પાણી, રાજ્યમાં માત્ર 11,000 કેસ

|

Sep 22, 2022 | 4:42 PM

ગુજરાતમાં (Gujarat) લમ્પી વાયરસ(Lumpy Virus)  મુદ્દે કોંગ્રેસે વિધાનસભામાં હોબાળા બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel)  લમ્પી વાયરસના કેસ મુદ્દે ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં માત્ર 11,000 પશુઓ જ માત્ર સારવાર હેઠળ છે.

ગુજરાતમાં (Gujarat) લમ્પી વાયરસ(Lumpy Virus)  મુદ્દે કોંગ્રેસે વિધાનસભામાં હોબાળા બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel)  લમ્પી વાયરસના કેસ મુદ્દે ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં માત્ર 11,000 પશુઓ જ માત્ર સારવાર હેઠળ છે. જ્યારે અન્ય અસર ગ્રસ્ત પશુઓ સ્વસ્થ થયા છે. જ્યારે રાજ્યના અસર ગ્રસ્ત પશુઓમાંથી માત્ર 3.5 ટકા પશુઓના જ મૃત્યુ થયા છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધી 27 જિલ્લાના 8285 ગામોમાં 1,79, 743 પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી હતી. જેમાંથી 1, 52,600 પશુઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં રાજ્ય સરકારે આ તમામ પશુઓને વિનામૂલ્યે સારવાર આપી છે. જેમાંથી માત્ર 3.5 ટકા પશુઓના મોત થયા છે. . રાજ્ય સરકારના પશુપાલન ખાતા અને દૂધ સંઘ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા તેમને રસી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં આઠ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો છે. નવા કેસ અને પશુના મૃત્યુમાં સતત ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાત વિધાનસભામાં લમ્પી વાયરસ મુદ્દે કૉંગ્રેસે ઉઠાવેલો પ્રશ્ન રદ કરી દેવાતા કૉંગ્રેસના ધારાસભ્યો વૉકઆઉટ કરીને ગૃહની બહાર આવી ગયા છે. કૉંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશનો આક્ષેપ છે કે તેઓ લમ્પી વાયરસ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માગતા હતા પરંતુ પ્રધાને ચર્ચા કરવાના બદલે અસંમતિ દર્શાવી અને સમય ન ફાળવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહી છે. જો સરકારે સમયસર પગલાં લીધા હોત તો ગાયોને બચાવી શકાઈ હોત. લમ્પી વાયરસના કારણે કચ્છ અને જામનગરમાં વધુ ગાયોનાં વધુ મોત થયા છે.. પુંજા વંશે અસરગ્રસ્ત વિસ્તારોમાં સરવે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે.. તેમણે કહ્યું કે લમ્પી વાયરસના કારણે જે ગાયોના મોત થયા છે તેમના માલિક પ્રત્યે સંવેદનશીલતા દાખવીને સરકાર સહાય ચૂકવે છે.

 

Next Video