ગુજરાતમાં સહકારી બેંકોમાં સ્ટેમ્પ ફ્રેન્કિંગ મશીનોના પરવાના આપવાનું બંધ, સ્ટેમ્પિંગની કામગીરી ખોરવાઇ

|

Jan 04, 2023 | 11:12 PM

ગુજરાતમાં ફ્રેન્કિંગ મશીન લાયસન્સ વિવાદના કારણે નવા વર્ષના પ્રારંભે જ સમગ્ર રાજ્યમાં સ્ટેમ્પિંગની કામગીરી ઠપ થઇ ગઇ છે. સરકાર દ્વારા રાજ્યની સહકારી બેંકોમાં નવા વર્ષથી સ્ટેમ્પ ફ્રેન્કિંગ મશીનોના પરવાના આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પરિણામે સહકારી બેંકોમાં ફ્રેન્કિંગ મશીનોથી ફ્રેન્કિંગ કરી ન શકતા દસ્તાવેજો પર સ્ટેમ્પિંગનું કામ અટકી ગયું છે

ગુજરાતમાં ફ્રેન્કિંગ મશીન લાયસન્સ વિવાદના કારણે નવા વર્ષના પ્રારંભે જ સમગ્ર રાજ્યમાં સ્ટેમ્પિંગની કામગીરી ઠપ થઇ ગઇ છે. સરકાર દ્વારા રાજ્યની સહકારી બેંકોમાં નવા વર્ષથી સ્ટેમ્પ ફ્રેન્કિંગ મશીનોના પરવાના આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પરિણામે સહકારી બેંકોમાં ફ્રેન્કિંગ મશીનોથી ફ્રેન્કિંગ કરી ન શકતા દસ્તાવેજો પર સ્ટેમ્પિંગનું કામ અટકી ગયું છે. ભાડા કરાર સહિતના અનેક નાના મોટા દસ્તાવેજોનું સ્ટેમ્પિંગ કામ ખોરવાઇ ગયું હતું. જેના કારણે અસંખ્ય લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. ફ્રેન્કિંગ ઠપ થવાના કારણે દસ્તાવેજની કચેરીએ લોકોને ધરમધક્કા થઇ રહ્યા છે. બીજી તરફ બેંકોને પણ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. રાજ્યના સહકારી બેંકના એસોસિએશન દ્વારા સરકારને આવેદનપત્ર પાઠવી સ્ટેમ્પ ફ્રેન્કિંગ મશીનના પરવાના રિન્યુ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

સરકારે હજુ સુધી લાયસન્સના રિન્યુનો કોઇ નિર્ણય કર્યો નથી

મહત્વનું છે કે ગાંધીનગર સ્થિત સ્ટેમ્પ કચેરી દ્વારા જુદી-જુદી બેંકોને જાહેર જનતાના ઉપયોગ માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે ફ્રેન્કિંગ મશીનોનો પરવાનો આપવામાં આવે છે. પરંતુ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાના ફ્રેન્કિંગ મશીનના લાયસન્સની મુદ્દત 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ છે. જેના કારણે આ કામગીરી હાલ બંધ થઇ ગઇ છે. સરકારે હજુ સુધી લાયસન્સના રિન્યુનો કોઇ નિર્ણય કર્યો નથી. આમ હાલ તો જ્યાં સુધી ફ્રેન્કિંગનું કામ અનિર્ણિત રહેશે ત્યાં સુધી લોકોને હાલાકી પડશે એ નક્કી છે.ત્યારે લોકો પણ એ માંગ કરી રહ્યા છે કે આનો ઉકેલ જલ્દીથી આવે.

Next Video