કચ્છના આ વિસ્તારમાં ઓઇલ અને નેચરલ ગેસનો ભંડાર, PDEU ના રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી વિગતો

|

Jan 06, 2022 | 6:54 AM

ONGC અને PDEU સાથે મળીને એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જેમાં કચ્છના નારાયણ સરોવર અને ક્રીક પાસેના વિસ્તારમાં ઓઇલ અને નેચરલ ગેસનો ખજાનો હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad: પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીના (pandit deendayal energy university) રિસર્ચમાં કચ્છ નારાયણ સરોવર અને ક્રીક પાસેના વિસ્તારમાં ઓઇલ અને નેચરલ ગેસનો (Oil and Gas) ભંડાર હોવાનું સામે આવ્યું છે. ONGC અને PDEU સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જોકે આ સ્થળ ઉપર ઓઈલ અને નેચરલ ગેસનું એક્સપ્લોરેશન કરવું થોડું મોંઘુ છે. પરંતુ અહીંથી નેચરલ ગેસ મળતા દેશને મોટો ફાયદો થઈ શકે છે.

લગભગ 2019થી પેટ્રોલિયમ મંત્રાલય તેમજ કેન્દ્ર સરકાર સાથે આ મુદ્દે વાતચીત પણ ચાલી રહી છે. ત્યારે ઓઈલ અને નેચરલ ગેસનો ભંડાર અહીં મળી આવે તો ગુજરાત અને ગુજરાત બહારના ઘણા લોકોને રોજગારી પણ મળી રહેશે. તો બીજીબાજુ પાકિસ્તાન બોર્ડર પાસે આ સ્થળ હોવાથી સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોકે ઓઈલ અને નેચરલ ગેસનો ભંડાર ભારતીય સરહદમાં હોવાથી એક્સપલોરેશન કરી શકાય એવી સ્થિતિ છે.

આ મુદ્દે ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો. રાકેશ કુમાર વીજના જણાવ્યા અનુસાર આ એરિયા પાકિસ્તાનની નજીકમાં જરૂર છે. પરંતુ તે ભારતીય સરહદમાં છે. તેના પર ભારતનો કંટ્રોલ છે. અને ડિસ્પ્યુટેડ લેન્ડમાં પણ આ કામગીરી કરવા માટે પાકિસ્તાન સાથે વાતચીત થઇ શકે છે.

 

આ પણ વાંચો: કોરોના વિસ્ફોટ વચ્ચે પણ ફ્લાવર શો કરવા AMC ની હઠ, શો રદ કરાવવા કોંગ્રેસ પહોંચી હાઈકોર્ટના દરવાજે

આ પણ વાંચો: AHMEDABAD : 23 વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં, કેસો વધતા AMCએ સોસાયટીઓ માટે જાહેર કર્યા નવા નિયમો

Next Video