Ahmedabad : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી સ્વચ્છતા અભિયાનનો કર્યો પ્રારંભ

| Edited By: | Updated on: Apr 22, 2023 | 8:26 AM

આજે 22 એપ્રિલના રોજ મહાસફાઇ અભિયાનનું આયોજન કરાયું છે. આ દરમ્યાન સવારે 8થી 10 કલાક સુધી ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન યોજાશે. રાજ્યમાં 15થી વધુ સ્થળ પર વિવિધ મંત્રી હાજર રહેવાના છે

ભારતીય જનતા પાર્ટીએ, આજે ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ માટે મહાઅભિયાન હાથ ધર્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહીત મંત્રીમંડળના સભ્યો અને ભાજપના પદાધિકારીઓ વિવિધ ધાર્મિક સ્થળોની અને ધાર્મિક સ્થળોને જોડતા એપ્રોચની સાફસફાઈ કાર્ય હાથ ધરશે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ, અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે, અમદાવાદના મેયર અને કોર્પોરેટર, અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વછતા સંકલ્પને ધ્યાને રાખી આજે સમગ્ર ગુજરાતનાં ધાર્મિક સ્થાનોની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આહવાન મુજબ ગાંધીજીની જન્મજયંતી એટલેકે 2 ઓક્ટોબરના દિવસને ધ્યાને રાખી 2 ઓક્ટોબર 2014ના દિવસથી સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશનની નવી દિલ્લી ખાતે શરૂઆત કરાઇ હતી. જેના અનુસંધાને આજે 22 એપ્રિલના રોજ મહાસફાઇ અભિયાનનું આયોજન કરાયું છે. આ દરમ્યાન સવારે 8થી 10 કલાક સુધી ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન યોજાશે. રાજ્યમાં 15થી વધુ સ્થળ પર વિવિધ મંત્રી હાજર રહેવાના છે. ગૃહરાજી મંત્રી હર્ષ સંઘવી વહેલી સવારે અમદાવાદમાં ભદ્ર મંદિરે પહોચ્યા છે. ભાજપના કાયકર્તાઓ દ્વારા તેમણે સફાઈ હાથ ધર્યું છે.

આ પણ વાંચો : સાડા ત્રણ લાખના હીરાનું પેકેટ શોધી, મૂળ માલિકને પોલીસે કર્યું પરત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને સંકલ્પ સાથે આજે ગુજરાતનાં તમામ ધાર્મિક સ્થાનોની દિવસ દરમ્યાન સ્વછતા હાથ ધરવામાં આવશે. આ સાથે ધાર્મિક અને તીર્થ સ્થાનોને જોડતા એપ્રોચ રોડની પણ મહાસફાઈ અભિયાન હાથ ધરાશે. મહત્વની વાત એ છે કે, સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્ર્મ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળ તેમજ ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો પણ જોડાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…