ગુજરાતમાં વધુ એક ભરતીને લઇને વિવાદ, હાઇકોર્ટે માહિતી વિભાગની વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પર સ્ટે મૂક્યો

| Edited By: | Updated on: Dec 21, 2021 | 4:33 PM

આ કેસમાં અમુક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકારી હતી. જેમાં ઇન્ટરવ્યૂ પેનલમાં દર વખતે સભ્યોની અલગ-અલગ સંખ્યા હોવાની અરજદારે રજૂઆત કરી હતી

ગુજરાતમાં(Gujarat)હેડક્લાર્કના પેપરલીક બાદ તેની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે (Guajrat Highcourt) વધુ એક ભરતી વિવાદને લઇને ભરતી પ્રક્રિયા પર સ્ટે(Stay)મૂક્યો છે. ગુજરાત હાઇકોર્ટે માહિતી વિભાગની (Information Department) વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પર સ્ટે મૂક્યો છે. જેમાં હાઇકોર્ટે વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી દીધી છે. ભરતી માટેની પસંદગી યાદી પર પણ હાઇકોર્ટે સ્ટે લગાવ્યો છે.

આ કેસમાં અમુક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને પડકારી હતી. જેમાં ઇન્ટરવ્યૂ પેનલમાં દર વખતે સભ્યોની અલગ-અલગ સંખ્યા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. તેમજ હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ આપી છે. તેમજ હાઇકોર્ટે માહિતી વિભાગને પૂછ્યું, “આવું કઇ રીતે ચાલે ? ભરતી પ્રક્રિયામાં સમાન તકના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું હાઇકોર્ટનું પ્રાથમિક તારણ છે.

જેમાં અરજદારે રજૂઆત કરી છે કે 100 માર્કમાંથી ઇન્ટરવ્યૂમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઉમેદવારોને અપાયેલા માર્કમાં સમાનતા જળવાઈ નથી. જેના પગલે હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર, વર્ગ-૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી છે. તેમજ ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ લીધા નહિ હોવાની પણ અરજદારે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: Ahmedabad : ગાંધીનગર તરફ જતા રસ્તા પર પોલીસનો સઘન બંદોબસ્ત, શું છે કારણ ?

આ પણ વાંચો: Gir somnath Result: ઊનાના દેલવાડા ગામે સાસુ વહુ વચ્ચે ખરાખરીનો જંગ, ટુંક સમયમાં ખબર પડશે કે કોણે બાજી મારી