Gujarati Video : 2017માં મુંબઈ-દિલ્લી ફ્લાઈટને હાઇજેક કરવાના કેસમાં બિરજુ સલ્લાને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો

Gujarati Video : 2017માં મુંબઈ-દિલ્લી ફ્લાઈટને હાઇજેક કરવાના કેસમાં બિરજુ સલ્લાને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો

| Edited By: | Updated on: Aug 08, 2023 | 5:28 PM

ફ્લાઈટને હાઇજેક કરવાના કેસમાં સ્પેશિયલ NIA કોર્ટે એન્ટી હાઇજેકિંગ એક્ટ 2016 હેઠળ બિરજુ સલ્લાને દોષિત જાહેર કર્યો હતો અને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં હવે બિરજુ સલ્લાને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.

Flight Hijack Case : 2017માં મુંબઈ-દિલ્લી ફ્લાઈટને હાઇજેક (Flight Hijack) કરવાના ચકચારી કેસમાં આરોપી બિરજુ સલ્લાને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ફ્લાઈટને હાઇજેક કરવાના કેસમાં સ્પેશિયલ NIA કોર્ટે એન્ટી હાઇજેકિંગ એક્ટ 2016 હેઠળ બિરજુ સલ્લાને દોષિત જાહેર કર્યો હતો અને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં હવે બિરજુ સલ્લાને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત બિરજુ સલ્લાની જપ્ત કરાયેલી સંપતિ મુક્ત કરવા તેમજ જપ્ત કરાયેલી દંડની રકમ પણ પરત કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.

આ પણ વાંચો અમદાવાદમાં 15 દિવસમાં 1021 લોકો ઓવરસ્પીડથી ગાડી ચલાવતા પકડાયા, 470 લોકો સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે 30 ઓકટોબર 2017ના રોજ દિલ્લી-મુંબઈ ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી રહેલા બિરજુ સલ્લાએ ટોયલેટમાં એક લેટર મુક્યો હતો અને તેમાં લખ્યું હતું કે આ ફ્લાઈટમાં હેકર્સ હાજર છે. આ મસેજના આધારે ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. આ કેસમાં બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવી હતી અને સ્પેશિયલ NIA કોર્ટે તેને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. NIAએ પોતાની ચાર્જશીટમાં આરોપ મુક્યો હતો કે બિરજુ સલ્લાએ આ સમગ્ર કાવતરૂ પોતાની ગર્લફ્રેન્ડ માટે ઘડ્યું હતું. તેની ગર્લફ્રેન્ડ જેટ એરવેઝની દિલ્લી ઓફિસમાં કામ કરતી હતી. જેથી બિરજુ સલ્લા ઈચ્છતો હતો કે જેટ એરવેઝની દિલ્લી ઓફિસમાં કામકાજ બંધ થઈ જાય જેથી તે ફરી તેની પાસે મુંબઈ આવી જાય.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો