રાજયમાં નેફ્રોલોજિસ્ટ તબીબોની હડતાળનો આજે બીજો દિવસ છે. રાજ્ય સરકારે ડાયાલિસીસના ઘટાડેલા ભાવને લઈ નેફ્રોલોજિસ્ટ તબીબોએ ત્રણ દિવસની હડતાળ શરુ કરી છે. રાજ્ય સરકારે ડાયાલિસીસના નવા દર 1650 રુપિયા રાખ્યા છે. જેને લઈ નેફ્રોલોજિસ્ટ તબિબોએ હડતાળ શરુ કરી છે. ત્રણ દિવસ માટે ડાયાલિસીસથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે. જેને લઈ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તબીબોને ફરીથી સેવા શરુ કરવા માટે અપીલ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા જે દર ચૂકવવાનો નક્કી કરવાાં આવ્યો છે. જે અન્ય રાજ્યના પ્રમાણમાં વધારે હોવાનુ કહ્યુ છે. હાલમાં સરકારે નવો દર 1650 રુપિયા રાખ્યો છે. જેને સામે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગુજરાતના પ્રમાણમાં ઓછી રકમ ચૂકવવામાં આવે છે. આમ આરોગ્ય પ્રધાને તબીબોને કહ્યુ હતુ કે, માનવતાની રુએ હડતાળ બંધ કરીને સેવામાં ફરીથી જોડાઈ જવા અપિલ કરી છે. રાજ્ય સરકારે 280 જેટલા સરકારી કેન્દ્રો શરુ કરીને તાલુકા કક્ષાએ ડાયાલિસીસની સેવા શરુ કરી છે.
Published On - 3:52 pm, Tue, 15 August 23