ગુજરાતમાં ઓમિક્રોનને લઇને આરોગ્ય વિભાગ સતર્ક, કહ્યું ટેસ્ટિંગ અને ટ્રેકિંગમાં વધારો કરાયો

|

Dec 23, 2021 | 7:05 PM

કન્ટેન્મેન્ટ ઝોન અને સાવચેતીના પગલાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રેકિંગમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં(Gujarat) ઓમિક્રોનનો(Omicron)  ખતરો સતત વધી રહ્યો છે. કોરોના(Corona)  વેરીએન્ટ ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે. તેવા સમયે રાજ્ય આરોગ્ય તંત્ર ઓમિક્રોનને લઇને એલર્ટ હોવાનો દાવો રાજયના અધિક આરોગ્ય સચિવે કર્યો છે.ગુજરાતના આરોગ્ય અધિક સચિવે આપી માહિતી આપતા જણાવ્યું હતું કે ઓમિક્રૉનને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. તે મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.

તેમજ કન્ટેન્મેન્ટ ઝોન અને સાવચેતીના પગલાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રેકિંગમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જેમાં માત્ર અમદાવાદમાં ઓમિક્રોનના 9 દર્દીઓ નોંધાયા છે..સુરતમાં ઓમિક્રોનનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે… લંડનથી પરત ફરેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે..તો કોરોના અને ઓમિક્રોનની વધતી આફતને લઈને સરકાર પણ ચિંતિત બની છે..અને અણધારી આફતને લઈને CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી..જેમાં ઓમિક્રૉનની સ્થિતિ અને કોરોના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઓમિક્રોનના ખતરા વચ્ચે અમદાવાદ કોર્પોરેશન સજાગ બન્યું છે..અને કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.જો કે રેલવે સ્ટેશન પર મુસાફરો બેદરકારી દાખવી રહ્યાં છે.તપાસ અને ટેસ્ટિંગમાં મુસાફરો સાથ નથી આપી રહ્યાં.

આ પણ વાંચો : Ahmedabad : મોંઘવારી પતંગરસિયાઓની મજા બગાડશે ? પતંગ અને દોરીના ભાવમાં વધારો

આ પણ વાંચો:  ગુજરાતમાં પેપર લીક કાંડ બાદ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે હેશટેગ Resign_AsitVora

Next Video