Gujarat : રાજ્ય અને દરિયાઈ સીમામાંથી હજાર કરોડથી વધારાનું ડ્રગ્સ પકડાયું હોવાનો સરકારનો સ્વીકાર

|

Mar 11, 2023 | 1:47 PM

વિધાનસભામાં સરકારે સ્વીકાર કર્યો છે કે અદાણી પોર્ટ પરથી 375 કરોડનું ડ્રગ્સ અને 50 લાખનું 75 કિલોગ્રામ હેરોઈન પકડાયું છે, જેમાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Gandhinagar : આજે વિધાનસભાની પ્રશ્નોતરીમાં ઉમેશ મકવાણા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે કે અદાણી પોર્ટ પરથી 375 કરોડનું ડ્રગ્સ અને 50 લાખનું 75 કિલોગ્રામ હેરોઈન પકડાયું છે, જેમાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારનો સ્વીકાર

આ ઉપરાંત અન્ય એક પ્રશ્નમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ભારતીય જળ સીમામાંથી ગુજરાત ATS દ્વારા 924 કરોડ 97 લાખ ની કિંમત નું 184.994 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયુ હોવાનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારતીય જળસીમાંથી પકડાયેલા ડ્રગ્સ માટે જવાબદાર 40 આરોપીઓને ATS એ પકડી પાડ્યા છે, જેમાં 32 પાકિસ્તાની 1 અફઘાનિસ્તાન અને 7 ભારતીય હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.

રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર !

થોડા દિવસો અગાઉ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSએ સંયુક્ત રીતે ઈરાની બોટમાંથી 425 CRS મૂલ્યનું ડ્રગ્સ પકડ્યું હતુ. ગુજરાત ATS દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી હતી. આ ડ્રગ્સનું માર્કેટ મૂલ્ય 425 કરોડ છે.  ATS દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ICG એ વ્યૂહાત્મક રીતે આ ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતું.

Published On - 1:29 pm, Sat, 11 March 23

Next Video