ગુજરાતમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો, 14 જિલ્લામાં પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ

|

Jul 28, 2022 | 9:31 AM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લમ્પી વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતના (Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં લમ્પી વાયરસે (Lumpy Virus) હાહાકાર મચાવ્યો છે, ત્યારે લમ્પીને નાથવા સરકારે તાબડતોબ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લમ્પી વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu Vaghani) કહ્યું, રાજ્યના 15 જિલ્લાઓના 1,222 ગામોમાં લમ્પી વાયરસથી અસરગ્રસ્ત  43,187 પશુઓને સારવાર અપાઈ છે.અને નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થયા તે માટે અત્યાર સુધીમાં 3.33 લાખથી વધુ પશુઓનું રસીકરણ(Cattle vaccination)  કરવામાં આવ્યું.સુરત (Surat) સિવાયના બાકીના 14 જિલ્લાઓમાં અને જીલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે.

લમ્પીની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં

લમ્પી (Lumpy virus) રોગચાળાની સૌથી વધુ અસર કચ્છમાં (kutch) જોવા મળી રહી છે. કચ્છમાં અત્યાર સુધી 35,000 ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા છે જેની સારવાર કરાઇ છે. માત્ર એક સપ્તાહમાં જ 4000થી વધુ કેસો સામે આવ્યા છે. કચ્છમાં વધારાનો 100 પશુ આરોગ્ય સ્ટાફ સરકાર દ્રારા ફાળવાયો છે. જેથી દૈનિક 20,000 પશુઓને રસીકરણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 4 દિવસમાં દૈનીક 10,000 પશુઓને રસીકરણનું કાર્ય કરાતુ હતુ.

કચ્છમાં અત્યાર સુધી 1.20 લાખ પશુનું રસીકરણ (Vaccination) કરી દેવામાં આવ્યુ છે.કચ્છમાં (Kutch District) 36 પશુઓના લમ્પીથી મોત થયાનું સત્તાવાર રીતે બહાર આવ્યુ છે.. કચ્છમાં અત્યાર સુધી લમ્પીની અસરથી 1300થી વધુ પશુ મોતને ભેટ્યા છે.

Next Video